July 4, 2024

વેલેન્ટાઈન પહેલા આ ડાયટથી ઘટાડો વજન

કોરોના બાદ મોટા ભાગના લોકોનું શરીર વધી ગયું હોવાની ફરિયાદ છે. તેમાં પણ વાત જો વેલેન્ટાઈન વીકની કરવામાં આવે તો આ દિવસોમાં કપલનું મેઈન ગોલ ફિટ અને બ્યુટી ફૂલ દેખાવું. આવા સમયે હવે વેલેન્ટાઈન વીકમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જો તમે પણ હજુ પતલા નથી થયા તો અહીં ખાસ ટ્રિક આપી છે. જેના ફોલો કરવાથી તમારુ શરીર એકદમ સ્લીમ થઈ જશે, પરંતુ હા.. જો તમે કોઈ વધારે દોડધામ વાળું કામ કરી રહ્યા હો તો આટલા કડક ડાયટ પ્લાનની વચ્ચે તમે તમારી યોગ્યતા પ્રમાણે સુધારા વધારા કરી શકો છો. હંમેશા યાદ રાખજો પ્રેમ આત્માથી થાય છે શરીરથી નહીં. એટલે હંમેશા સાચા મનથી પ્રેમ કરજો, પ્રેમ માટે શરીરની બલી નહિં આપતા.

મોર્નિંગ ડ્રિંક
એક કપ પાણઆમાં મેથીના દાણા નાખીને ઉકાળો. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો

બ્રેકફાસ્ટ
એક કપ પાણીમાં 1 મોટી ચમચી ઓટ્સ, 1 કેળું, 1 મોટી ચમચી પીસેલી અડસીના દાણા, 4-5 બ્લૂબેરી અને 1 મોટો ચમચો મધ નાખો. હવે તેને બ્લેન્ડરથી સ્મૂદી તૈયાર કરો અને બ્રેક ફાસ્ટમાં પીઓ.

મિડ મોર્નિંગ
મિક્સ નટ્સ અથવા મિક્સ સીડ્સવાળું કોઈ ફળ ખાઓ.

લંચ
ઉકાળેલા ચોખા અને ઉકાળેલી દાળની સાથે બાફેલી સબજીને તોફુની સાથે ખાઓ.

ઈવનિંગ સ્નૈક્સ
શેકેલા ચણા છાસ અથવા નાળિયલ પાણી સાથે ખાઓ. આ ઉપરાંત કાકડીનું પણ સેવન કરો

ડિનર
બ્રોકવી સૂપ અથવા મશરૂમ સૂપનું સેવન કરો. આ ઉપરાંત જે લોકો નોન-વેજ ખાય છે તે લોકો ચિકન સૂપનું પણ સેવન કરી શકે છે.