દિલ્હીની DPS અને GD ગોએન્કા સહિત ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસ એલર્ટ
Delhi: રાજધાની દિલ્હીની ત્રણ જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આમાં એક શાળા આરકે પુરમમાં, બીજી પશ્ચિમ વિહારમાં અને ત્રીજી મયુર વિહાર ફેઝ-1માં આવેલી છે. શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની આ ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ, શાળા પ્રશાસને સાવચેતીના પગલા તરીકે બાળકોને તાત્કાલિક તેમના ઘરે પાછા મોકલી દીધા અને આ બાબતની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી છે.
માહિતી અનુસાર, જે ત્રણ સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે તેમાં આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલ, જીડી ગોએન્કા અને મધર મેરી સ્કૂલનો સમાવેશ થાય છે. શાળાના અધિકારીઓએ ધમકીભર્યા ઈ-મેઈલ જોતાની સાથે જ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે પરત મોકલી દીધા હતા. ત્રણેય શાળાની બહાર પોલીસ બંદોબસ્ત છે.
#WATCH | A team of Delhi police arrives at RK Puram's DPS – one of the two schools that received bomb threats, via e-mail, this morning pic.twitter.com/c23ciJTLGi
— ANI (@ANI) December 9, 2024
આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીની કોઈ શાળામાં બોમ્બની ધમકી મળી હોય. આ વર્ષની શરૂઆતમાં પણ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ, 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ડીપીએસ આરકેપુરમના પ્રિન્સિપાલને શાળામાં બોમ્બ વિશે મેલની ધમકી આપવામાં આવી હતી. આ પછી મે મહિનામાં પણ ઘણી શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી હતી અને દિલ્હી પોલીસ કમિશનરના મેઇલ આઈડી પર ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો