July 7, 2024

Deepak Chaharએ ફૂડ ડિલિવરી એપ પર છેતરપિંડીનો લગાવ્યો આરોપ

અમદાવાદ: આજના સમયમાં અલગ અલગ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે. છેતરપિંડી થવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા ફ્રોડનો ભોગ હવે એક ક્રિકેટર પણ બની ગયો છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરે એક ફૂડ ડિલિવરી કંપની પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમણે ઓર્ડર કરેલ ફૂડ એપ્લિકેશનમાં ડિલિવરી બતાવી રહી છે પરંતુ કંઈ પ્રાપ્ત થયું નથી.

ટ્વીટર (X)પર આપી માહિતી
દીપક ચાહરે તેના X હેન્ડલ દ્વારા છેતરપિંડીની જાણકારી આપી હતી. તેની સાથે થયેલ તમામ અનુભવ તેણે શેર કર્યો છે. તેમણે ટ્વીટર (X)પર આપી માહિતી આપતા લખ્યું કે ગ્રાહક સેવાને ફોન કર્યા પછી તેઓએ પણ કહ્યું કે તે પહોંચાડવામાં આવ્યું છે અને હું ખોટું બોલું છું. મને ખાતરી છે કે ઘણા લોકોને મારા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફૂડ ડિલિવરી કંપનીએ તરત જ દીપકની પોસ્ટનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે “હાય દીપક, અમે તમારા અનુભવ વિશે ખૂબ જ ચિંતિત છીએ અને કોઈપણ અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ. અમે તમામ બાબતની તપાસ કરીશું અને જેમ બને તેમ જલ્દી નિરાકરણ લાવીશું.

ચાહકોએ તેને વાયરલ કરી દીધો
ટ્વીટર (X)પર આ અનુભવ શેર કરતાની સાથે જ દીપક ચાહરની આ પોસ્ટને વાયરલ કરી દીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ પોસ્ટને 173K વ્યુઝ, 2K લાઈક્સ, 265 રીટ્વીટ અને 230 કોમેન્ટ કરી હતી. હાલ પણ આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહ્યો છે.