December 22, 2024

‘જ્યાં રામ છે ત્યાં ધર્મ છે’ : બીજેપી સાંસદ સત્યપાલ સિંહ

Parliament Session 2024: આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન શનિવારે લોકસભામાં અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા થશે. લોકસભા સચિવાલય મુજબ ભાજપના વરિષ્ઠ નેતા સત્યપાલ સિંહ ઐતિહાસિક શ્રી રામ મંદિરના નિર્માણ અને શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચાની શરૂઆત કરશે. આ મુદ્દે રાજ્યસભામાં પણ ચર્ચા થશે.

લોકસભામાં ઐતિહાસિક રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચા શરૂ
ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા લઈને લોકસભામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ અને તેના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત પર લોકસભામાં ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે, “મારું સૌભાગ્ય છે કે મને 22 જાન્યુઆરીએ થયેલા અયોધ્યામાં રામ મંદિર અને ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા અંગે સંસદમાં બોલવાની તક મળી. અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરવાનું ઐતિહાસિક છે.” લોકસભામાં ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે ‘જ્યાં રામ છે ત્યાં ધર્મ છે…’ વધુમાં કહ્યું કે કોંગ્રેસની આજે દેશમાં જે સ્થિતિ છે તેનું કારણ એ છે કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસને ઘેરી લીધી
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “આ અમારા માટે ગર્વની ક્ષણ છે કે પીએમ મોદીએ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને સન્માનિત કર્યા. કોંગ્રેસે આજે ઉજવણી કરવી જોઈએ કે તેમના પૂર્વ પીએમને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, પરંતુ કમનસીબી એ છે કે તેમની અટક (સરનેમ)માં ગાંધી-નેહરુ નથી, જો ગાંધી હોત તો સારું થાત… તેઓ પોતાને ભારત રત્ન આપવામાં વ્યસ્ત રહેતા.

નમો હેટ્રિક બતાવે છે કે મોદી ફરી આવશે: અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “રામ મંદિર અમારા માટે આસ્થાનું કેન્દ્ર હતું, છે અને રહેશે. પરંતુ જે લોકોએ સવાલ ઉઠાવ્યા તે લોકોએ કહ્યું હતુ કે ભાજપ કહે છે કે રામ લલ્લા અમે આવીશું, મંદિર ત્યાં બનાવીશું પરંતુ તારીખ જણાવીશું નહીં. પણ અમે તારીખ પણ જણાવી અને રામ મંદિરનું નિર્માણ પણ કર્યું….આખા દેશમાં રામમયનું વાતાવરણ થઇ ગયું હતું. નમો હેટ્રિક એજ બતાવે છે કે ફરી મોદી આવશે.

પીએમ મોદીનો આભાર માનવામાં આવશે
માહિતી અનુસાર લોકસભામાં આભાર પ્રસ્તાવ દરમિયાન શાસક ગઠબંધનના સભ્યો લાંબી કાયદાકીય લડાઈ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનશે. માહિતી અનુસાર સાંજે 5 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરશે. નોંધનીય છે કે પીએમ મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો. 500 વર્ષના સંઘર્ષ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે 23 જાન્યુઆરીથી મંદિરો સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.