December 30, 2024

વગર લગ્ને માતા બનવા માંગે છે સુપરસ્ટારની લાડલી, વિચારી રાખ્યા છે બાળકોના પણ નામ

બોલિવૂડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સંજુ બાબાની લાડલી સમાચારમાં છે. ખરેખરમાં ત્રિશાલાએ લગ્ન વિના માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેને બાળકનું નામ પણ વિચાર્યું છે.

બોલિવૂડ સુપરસ્ટારની દીકરી કુંવારી માતા બનવાની તૈયારી કરી રહી છે

તાજેતરમાં જ ત્રિશાલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશનનું આયોજન કર્યું હતું, જ્યાં તેના ચાહકોએ તેને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન એક યુઝરે ત્રિશાલાને પૂછ્યું, ‘શું તમે ક્યારેય બાળક વિશે વિચાર્યું છે? તમે બાળકોના નામો વિશે વિચાર્યું છે?’

કહ્યું- મેં તો બાળકોના નામ પણ વિચાર્યા છે…

તો તેના જવાબમાં સંજય દત્તની દીકરી કહે છે, ‘હા, મારી પાસે બાળકો માટે પ્લાન છે. મારે એક બાળક જોઈએ છે. મેં પહેલેથી જ નામ વિશે વિચાર્યું છે. જો ભગવાને મારા માટે આ બધું આયોજન કર્યું છે, તો એક દિવસ હું પણ માતા બનવા માંગીશ. ત્રિશલા દત્ત 35 વર્ષની અને કુંવારી છે. તે યુએસમાં તેના દાદા-દાદી સાથે રહે છે. તે વ્યવસાયે મનોચિકિત્સક છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

બોયફ્રેન્ડ મૃત્યુ પામ્યો હતો

તમને જણાવી દઈએ કે ત્રિશાલા તેની લવ લાઈફમાં બહુ નસીબદાર રહી નથી. થોડાં વર્ષ પહેલાં જ તેણે એક રોડ અકસ્માતમાં તેના બોયફ્રેન્ડને કાયમ માટે ગુમાવ્યો હતો. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે એક પોસ્ટ દ્વારા કર્યો હતો. તેણે કહ્યું કે આ આઘાતમાંથી બહાર આવતા તેને બે વર્ષ લાગ્યા. આ અગાઉ ત્રિશલા એક ટોક્સિસ રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. જ્યાં તેનો બોયફ્રેન્ડ તેની સાથે કચરા જેવો વ્યવહાર કરતો હતો. હવે 35 વર્ષની ઉંમરે ત્રિશાલા એકલી રહે છે.

સંજય દત્તની દીકરી ખૂબ જ ગ્લેમરસ છે

ગ્લેમરની બાબતમાં ત્રિશાલા કોઈ હિરોઈનથી કમ નથી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્રિશાલા દરરોજ તેના ગ્લેમરસ ફોટો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની અદા જોઈને ચાહકો ઘણી વખત તેના દિવાના થઈ ગયા છે.