December 21, 2024

સીઆર પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યુ – ભ્રષ્ટાચારી ગેંગ…

cr patil attacked on congress says corrupted gang misleading indians

સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

સુરતઃ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ અને એમનાં સંબંધીઓ પાસેથી ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં 250 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. ત્યારે આ મુદ્દે સુરત મહાનગરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસના કૌભાંડ વિશે વાત કરી હતી. આ અંગેની પોસ્ટ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી અને સાથે જ કેટલાક ફોટો પણ શેર કર્યા હતા.

તેમણે એક્સ પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘એકબાજુ દેશમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કામ કરતી ભાજપા સરકાર છે તો બીજી તરફ ભ્રષ્ટાચારી ગેંગ એક થઇ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. રાહુલ ગાંધીની મહોબતની દુકાનમાંથી નોટોનો પહાડ નીકળ્યો છે અને હજી તો આ એક જ દુકાન ઝડપાઇ છે. આ કૌભાંડ પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસનાં નેતાઓનાં ઇશારે જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો.’

વધુમાં તેમણે લખ્યુ હતુ કે, ‘મોદી સાહેબની ગેરંટી ગરીબોની પાઇ-પાઇ પાછી લાવશે અને મોદી સાહેબ ભ્રષ્ટાચારીઓને છોડશે નહીં એ એમની ગેરંટી છે. જનતાએ કોંગ્રેસનાં આ કૌભાંડી ચહેરાને ઓળખી લેવો જોઇએ. કોંગ્રેસનાં નેતા આ ગંભીર મુદ્દે કેમ મૌન છે એનો પણ એમણે જવાબ આપવો જોઇએ.’