December 21, 2024

ગ્રામ્ય વિસ્તારમાં રહેતી દીકરીની બોલિંગથી પ્રભાવિત થયા ગોડ ઓફ ક્રિકેટ, કહી મોટી વાત

Sachin Tendulkar: સચિન તેંડુલકર હમેંશા ચર્ચામાં રહે છે. મોટા ભાગના લોકો તો તેને ક્રિકેટના ભગવાન” તરીકે પણ માને છે. આ વચ્ચે સચિને X (ટ્વિટર) કર્યું છે. જેમાં એક વીડિયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી છે અને જેનું નામ સુશીલા મીના છે. તેંડુલકરને X (ટ્વિટર) કરીને ઝહીર ખાનની આ બાળકીમાં ઝલક દેખાઈ છે તેવું કહ્યું છે.

પ્રતિભાશાળી યુવા બોલર
સચિન તેંડુલકર પોતાના X (ટ્વિટર) પર એક પોસ્ટ મૂકી છે. આ વીડિયોમાં બાળકી લેફ્ટી બોલીંગ કરી રહી છે. આ વીડિયોમાં જોવા મળતી બાળકી સુશીલા મીના છે. આ બાળકી રાજસ્થાનના એક ગામમાંથી આવે છે. તેની બોલિંગ એટલી શાનદાર છે કે સચિને પણ તેનો વીડિયો પોતાના પ્લેટફોર્મ પર મૂક્યો છે. તેંડુલકરને સુપ્રસિદ્ધ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનની યાદ કરીને આ વીડિયોને પોસ્ટ કર્યો છે.