મુખ્યમંત્રીએ આજે રાજ્યના તમામ કલેકટર અને DDO સાથે કરી બેઠક
Government of Gujarat: મુખ્યમંત્રીએ આજે રાજ્યના તમામ કલેકટર અને DDO સાથે બેઠક કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રી સોમનાથ ચિંતન શિબિરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકમાં 8 થીમ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નરોડા શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં, દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપ
મુખ્યમંત્રીએ રાજ્યના કલેકટર અને DDO સાથે બેઠક
આજે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ કલેકટર અને DDO સાથે બેઠક કરીને અલગ અલગ પ્રકારના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. જેમાં સ્વચ્છતા અભિયાન, નળ સે જળ સહિત વિવિધ મુદાઓ પર ખાસ ચર્ચા કરાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી તમામ કલેકટર સહિત DDOને સૂચના આપી હતી. દર ત્રણ માસે હવે કલેકટર અને DDOની કોન્ફરન્સ કરવામાં આવશે. ત્રણ માસમાં જિલ્લામાં કક્ષાએ થયેલા કામોની સમીક્ષા કરાશે.કલેકટર સહિત DDOને બેઠકમાં સૂચવેલા તમામ કામોની દર ત્રણ માસે મુખ્યમંત્રી સમીક્ષા કરશે.