December 22, 2024

ચૈતન વસાવાએ 21 દિવસની સ્વાભિમાન યાત્રા કરી શરૂ

ભરૂચ: આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતન વસાવા દ્વારા ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા 21 દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરશે.

લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા ઉપરાંત આપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ યાત્રા 21 દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરશે અને જન સંપર્કનું કાર્ય કરવામાં આવશે. 21 દિવસ બાદ યાત્રાનું દેવ મોગરા માતાજીના મંદિર ખાતે યાત્રાની પુર્ણાહુતી કરાશે. આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.’ આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ તેઓએ મોટું નિવેદન આપતા હતું કે, ‘રાષ્ટ્રીય કક્ષાએ સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે. ભરૂચ બેઠક પર પણ આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને હરાવવા પ્રયત્નો કરશે.’

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવાર માટે દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, ‘ચૂંટણીના સમયમાં દાવો સૌ કોઈ કરે છે, પરંતુ અહીંના જે હીરો છે તે ચૈતર વસાવા છે અને લોકો તેમને ચૂંટીને સંસદમાં મોકલશે.