‘One Nation, One Election’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ થઇ શકે છે!
One Nation, One Election News: ‘વન નેશન-વન ઇલેક્શન’ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષો પાસેથી સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા મંત્રીએ કેબિનેટમાં ‘વન નેશન-વન ઇલેક્શન’નો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વન નેશન વન, ઈલેકશનને લઈને મોટા સમાચાર.
વન નેશન વન, ઈલેકશન બિલને કેબિનેટની મંજૂરી.#OneNationOneElection #Cabinet #Delhi pic.twitter.com/ZswDUSg5Y4
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) December 12, 2024
‘વન નેશન-વન ઇલેક્શન’ અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.
Union Cabinet has approved 'One Nation One Election' Bill: Sources pic.twitter.com/uAsIyjNcCv
— ANI (@ANI) December 12, 2024
હકિકતે, પીએમ મોદી લાંબા સમયથી ‘વન નેશન-વન ઇલેક્શન’ની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઈએ, આખા 5 વર્ષ સુધી રાજકારણ ન થવું જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ. વન નેશન-વન ઇલેક્શન’નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.