BZ ગ્રુપના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો
Bhupendra Singh Jhala: BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાના ભાંડુ ગામમાંથી પકડાયો હોવાનું સામે આવ્યું છે.
6 હજાર કરોડનું કૌભાંડ
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો બીઝેડ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયો હતો. સીઆઈ ક્રાઈમ દ્વારા ઝાલાની ધરપકડ કરાઈ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા એક કા ડબલની લાલચ આપી લોકોને છેતર્યા હતા. ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જોકે કોર્ટે ફગાવી દીધી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલા સાંસદ બનવાનું સપનું જોતો હતો
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. પરંતુ બાદમાં તેણે પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. આ પછી તે ગામડે ગામડે જઈને તેણે ગ્રામજનો સાથે મેળાવડા કર્યા હતા. જેમાં તેણે લોકોને પોતાની ઝાળમાં ફસાવીને તેમના રૂપિયા એકઠા કર્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના નેતાએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો, કહી આ વાત
BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.
- રાહુલ રાઠોડ – આ વ્યક્તિ દર મહિને 10 હજાર પગાર પર નોકરી કરતો હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને કેશ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.
- વિશાલ ઝાલા – 12,500 પગારથી નોકરી કરતો હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ હેરફેર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.
- રણવીર ચૌહાણ – 12000 રૂપિયે નોકરી કરતો હતો. છેલ્લા 4 મહિનાથી નોકરી કરી કરે છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
- સંજય પરમાર – 7000 પગાર પર છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.
- દિલીપ સોલંકી – 10 હજાર પગાર પર છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ હેરફેર મળી આવી છે.
- આશિક ભરથરી – 7000 પગાર પર સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ હેરફેર અને 8,04,620 આંગડિયાની હેરફેર મળી આવી છે.