BZ Group Scam: પ્રાંતિજ તાલુકાના વ્યક્તિ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પરંતુ ફરિયાદ ના લેવાઈ
BZ Group Scam Latest News: બીઝેડ ગ્રુપ દ્વારા કૌભાંડ મામલામાં હવે પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. એગ્રીમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે સુરેશભાઈ નામના વ્યક્તિ પહોંચ્યા છે. સુરેશભાઈ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. અંદાજે 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું. પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ના હતી. તેમને પોલીસ સ્ટેશનમાંથી ગાંધીનગરમાં ફરિયાદ કરવા માટે જવા માટે કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: છત્તીસગઢમાં કાર અને ટ્રક ભયાનક અકસ્માત, કટર વડે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
છેલ્લા ઘણા દિવસોથી બીઝેડ કૌભાંડ કેસને લઈને સતત અલગ અલગ પ્રકારની માહિતી સામે આવી છે. જેમાં આજે વધુ એક માહિતી સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે. સુરેશભાઈ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું.