Hyundai Exter કે Tata Punch કઈ તમારા માટે યોગ્ય?
Tata Punch અને Hyundai Exter ભારતીય બજારમાં સૌથી વધુ લોકપ્રિય માઇક્રો SUV છે. બંનેનું વેચાણ સારું છે. જો તમે કઇ SUV ખરીદવી તે અંગે મૂંઝવણમાં છો? તો ચાલો આજે તમને બન્ને કારની કિંમત, સુવિધાઓ અને ફિચર્સ વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ.
ટ્રીમ અને કિંમત
ટાટા પંચ ચાર ટ્રીમ – પ્યોર, એડવેન્ચર અને ક્રિએટિવમાં આવે છે. તેમાં કૈમો એડિશન પણ આવે છે. જે એડવેન્ચર અને અકમ્પ્લિશ્ડ ટ્રીમ પર આધારિત છે. પંચની કિંમત 6 લાખથી શરૂ થઈને 10.10 લાખ સુધી જાય છે. જ્યારે Hyundai Exeterની કિંમત પણ માત્ર 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ તેનું ટોપ વેરિઅન્ટ પંચના ટોપ વેરિઅન્ટ કરતાં થોડું મોંઘું છે. Hyundai EXeter પાંચ ટ્રિમ્સમાં EX, S, SX, SX(O) અને SX(O) Connect માં આવે છે. બંનેના બેઝ વેરિઅન્ટની કિંમત સમાન છે, પરંતુ ટોપ વેરિઅન્ટ પંચનું સસ્તું છે.
એન્જિન, ટ્રાન્સમિશન, માઇલેજ
એક્સેટરમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ, 4 સિલિન્ડર, પેટ્રોલ એન્જિન છે. તે પેટ્રોલ પર 83 PS/114 Nm અને CNG પર 69 PS/95 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ/5-સ્પીડ AMT ગિયરબોક્સ છે. તે પેટ્રોલ પર 19.4kmpl અને CNG પર 27.1kmpl ની માઈલેજ આપી શકે છે. બીજી તરફ પંચમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન પણ છે પરંતુ તે 3 સિલિન્ડર છે. તે પેટ્રોલ પર 86 PS/113 Nm અને CNG પર 77 PS/97 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ/AMT ગિયરબોક્સ છે. તે પેટ્રોલ પર 20.09kmpl અને CNG પર 26.99kmpl સુધી માઈલેજ આપી શકે છે.
ફિચર્સ
એક્સેટરમાં 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, MID સાથે 4.2-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સિંગલ પૈન સનરૂફ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડ્યુઅલ કેમેરા સાથે ડૈશ કૈમ, 6 એરબેગ્સ, EBD સાથે ABS, ESC જેવી સુવિધાઓ છે. VSM, હિલ હોલ્ડ આસિસ્ટ અને 3-પોઇન્ટ સીટબેલ્ટ (તમામ મુસાફરો માટે), TPMS, ડે-નાઇટ IRVM, રીઅરવ્યુ કેમેરા અને રીઅર ડીફોગર આપવામાં આવ્યા છે. તો ટાટા પંચમાં પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં એક્સેટરની તુલનામાં નાની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન છે. પંચમાં માત્ર 7.0 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ ઉપલબ્ધ છે. આ સિવાય સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક એસી, ઓટોમેટિક હેડલાઈટ અને વાઈપર્સ, ક્રુઝ કંટ્રોલ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને રિયર પાર્કિંગ કેમેરા ઉપલબ્ધ છે.