January 19, 2025

મહાકુંભમાં હવે બ્લિંકિટની એન્ટ્રી, ભક્તોને પૂજાની સામગ્રી મળશે સરળ

Maha Kumbh 2025 Blinkit Temporary Store: મહાકુંભની ચર્ચા દેશની સાથે દુનિયામાં થઈ રહી છે. ત્યારે બ્લિંકિટે મહા કુંભ 2025માં 100 ચોરસ ફૂટનો અસ્થાયી સ્ટોર ખોલવામાં આવ્યો છે. જેમાં જે ભક્તો આવે છે તેને તમામ સુવિધા સરળ રીતે મળી રહેશે. ભક્તોને પૂજાની વસ્તુઓ, દૂધ, દહીં, ફળો અને શાકભાજી સરળ રીતે મળી રહેશે.

આ પણ વાંચો: IND vs ENG સિરીઝમાં ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

મહાકુંભ માટે બ્લિંકિટનો ખાસ સ્ટોર
Blinkit CEOએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જે પોસ્ટમાં લખવામાં આવ્યું કે આજે અમે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સેવા કરવા માટે અસ્થાયી બ્લિંકિટ સ્ટોર ખોલ્યો છે. આ સ્ટોર 100 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. બ્લિંકિટમાંથી તમને પૂજાની સામગ્રીની સાથે સાથે શાકભાજી અને દાન માટે જરૂરી વસ્તુઓ અને દહીં, ફળ પણ મળી રહેશે. પાવર બેંક, ટુવાલ, ધાબળા, બેડશીટ અને ત્રિવેણી સંગમ પાણીની બોટલો જેવી વસ્તુઓ પણ સ્ટોરમાં મળી રહેશે.