December 23, 2024

અબજોપતિ મહિલાને મૃત્યુદંડની સજા, જાણો શું છે મામલો…

Billionaire woman sentenced to death: વિયેતનામ (Vietnam)ના ઈતિહાસના એક મોટા ભ્રષ્ટાચારના કેસનો આખરે ચુકાદો આવી ગયો છે. વિયેતનામની અબજોપતિ મહિલા ટ્રુઓંગ માઈ લૈન (Truong My Lan)ને અરબો ડોલરના છેતરપિંડીના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. જે વિયેતનામના રાજકીય અને ન્યાયિક ઇતિહાસમાં કદાચ પ્રથમ અને સૌથી મોટો કેસ છે. રિપોર્ટ અનુસાર, આ છેતરપિંડી લગભગ 27 અબજ ડોલરની છે. કોર્ટના બે ન્યાયાધીશોએ મહિલાના બચાવ પક્ષની તમામ દલીલોને ફગાવી દીધી હતી અને તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આરોપી મહિલા ટ્રુઓંગ માય લૈન પર લગભગ એક દાયકાથી સાયગોન કોમર્શિયલ બેંક (SCB)માંથી રોકડની ઉચાપત કરવાનો આરોપ છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થશે, રાજ્યનો દરજ્જો પણ મળશે: PM મોદી

આ કૃત્યથી લોકોનો વિશ્વાસ ઓછો થયો
દક્ષિણના વેપાર કેન્દ્ર હો ચી મિન્હ સિટીના કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘પ્રતિવાદીની ક્રિયાઓએ પક્ષ અને રાજ્યના નેતૃત્વમાં લોકોના વિશ્વાસને નબળો પાડ્યો.’ આ કેસની અંતિમ સુનાવણી 5 અઠવાડિયા સુધી ચાલી હતી જેમાં આરોપી મહિલા અબજોપતિ સિવાય 85 અન્ય લોકો પર પણ લાંચ લેવા અને સત્તાના દુરુપયોગના આરોપ મૂકવામાં આવ્યા હતા અને તેમને પણ સજા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ચીનના ત્રણ જાસૂસી જહાજ હિંદ મહાસાગરમાં ઘૂસ્યાં, ભારતને શું અસર થશે?

12.5 અબજ ડોલરની ઉચાપત કરી હતી
એવો આરોપ છે કે મહિલા અબજોપતિએ 12.5 બિલિયન ડૉલરની ઉચાપત કરી હતી. દરમિયાન, ફરિયાદીઓએ કહ્યું હતું કે હવે આ કૌભાંડની રકમ 27 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે, જે દેશના 2023ના GDPના 6 ટકા જેટલી છે. આવા કિસ્સામાં મૃત્યુદંડ એ અસામાન્ય રીતે ગંભીર સજા છે. લૈને ગયા અઠવાડિયે એક નિવેદનમાં કહ્યું હતું કે તેને આત્મહત્યા કરવાના વિચારો આવી રહ્યા છે. તેણી હતાશામાં મૃત્યુ વિશે વિચારતી હતી. ‘તેમણે કહ્યું કે, મને ખૂબજ ગુસ્સો આવી રહ્યો છે કે હું કેટલી મૂર્ખ હતી આ ખૂબ જ મુશ્કેલ વ્યવસાયિક વાતાવરણમાં બેંકિંગ ક્ષેત્ર માં સામેલ થઇ ગઇ, જેના વિશે ખૂબ ઓછી જાણકારી હતી.

ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2022માં લૈનની ધરપકડ બાદ રાજધાની હનોઈ અને હો ચી મિન્હ સિટીમાં સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. એક પક્ષના સામ્યવાદી રાજ્યમાં આવું પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે.