December 27, 2024

નંબર વન બન્યા બાદ સુરત શહેર હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું… તંત્રએ મસમોટો ભાંગરો વાટ્યો

Surat: સુરત શહેરે ઇન્ડિકેટરમાં નંબર વન બન્યા બાદ ભાંગરો વાટ્યો છે. ફાલસાવાડી પાસે સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ માર્યું હોવાથી હાલ ચારેકોર ચર્ચા થઈ રહી છે. જોકે, હાલ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ મારતા તંત્ર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયું છે.

મળતી માહિતી અનુસાર સુરત રોડ ઈન્ડિકેટર માટે નંબર વનનું ખિતાબ જીતી ચૂક્યું છે. છતાં પણ હાલ સુરત હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ગયું છે. નંબર વનનું ખિતાબ જીતનાર સુરતમાં મનપાએ મસમોટો ભાંગળો વાટ્યો છે. ભાગળ-ચોક -અમરોલી-વેડ-કતારગામ બાદ સીધું અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવાયું છે. સુરત રેલવે સ્ટેશન નામની જગ્યા પર અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવાયું છે. જે બાદ આ ઘટના એક ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: મોરબીમાં યુવાનનો બાઈક સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ