ચોમાસાને ધ્યાનમાં રાખી બાઈક ખરીદવાનો પ્લાન હોય તો આ રહ્યા બેસ્ટ મોડેલ
Best 160cc Bikes for bad roads: આજકાલ લોકોને 160cc એન્જીનવાળી બાઇક યુવાનોને ખૂબ જ પસંદ છે. આ એક એવો સેગમેન્ટ છે જે માત્ર મજબૂત પરફોર્મન્સ જ નહીં પરંતુ સારી માઈલેજ પણ આપે છે. એટલું જ નહીં, તેઓ રોજિંદા ઉપયોગ માટે પણ વધુ સારા છે અને તમને આરામદાયક સવારીનો અનુભવ પણ મળશે. ખાસ કરીને ચોમાસું સીઝનમાં બાઈક બગડે નહીં એવી આશા દરેક યુવાનો રાખતા હોય છે. અહીંયા એ વાત કરવામાં આવી રહી છે જે ધ્યાને લેશો તો બાઈક રાઈડિંગની મજા ચોમાસામાં પણ આવશે.
બજાજ પલ્સર N160
જો તમે 160cc એન્જિનવાળી આવી દમદાર બાઇક શોધી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલાક સારા વિકલ્પો જણાવી રહ્યા છીએ. બજાજ પલ્સર N160 જેની કિંમત 1.40 લાખ રૂપિયા છે. બજાજ ઓટોનું નવું પલ્સર N160 160cc સેગમેન્ટમાં સારો વિકલ્પ બની શકે છે. આ બાઇકની કિંમત 1,39,693 રૂપિયા છે. આ બાઈક પહેલા કરતા વધુ સારી બની ગઈ છે. તેમાં સારા ફીચર્સ મળે છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા હશે તમે તેમાં સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો. સવારી કરતી વખતે કૉલ્સ અને SMS એલર્ટ પણ આપશે. પલ્સર N160 મલ્ટી રાઈડ મોડ્સ છે. જે ભીના રસ્તાઓ, સ્વચ્છ રસ્તાઓ અને ઓફ-રોડ પર સલામત રાઈડિંગ અનુભવમાં મદદ કરશે. એન્જિન વિશે વાત કરીએ તો, બાઇકમાં 164.82cc, ઓઇલ કૂલ્ડ એન્જિન છે જે 16PSનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. તેમાં ડિસ્ક બ્રેકની સુવિધા છે. આ સિવાય, બાઇકમાં ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. જે અસરકારક બ્રેકિંગ આપવામાં મદદ કરે છે. બજાજનો કંપનીનો દાવો છે કે, આ એન્જિન દરેક પ્રકારના હવામાનમાં સારી રીતે ચાલશે.
આ પણ વાંચો: Yuzvendra Chahalને હરિયાણા સરકાર તરફથી મળ્યું સન્માન
Hero Xtreme 160 4V
Hero MotoCorpની Xtreme 160 4V એક પાવરફુલ બાઇક છે. તેની ડિઝાઇન સ્પોર્ટી છે. એન્જિન વિશે વાત કરીએ તો, તેમાં 163.6cc એર કૂલ્ડ એન્જિન છે જે 16.9 bhpનો પાવર અને 14.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક એકદમ પાવરફુલ છે. સારી બ્રેકિંગ માટે તેમાં ડિસ્ક બ્રેકની સુવિધા છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર છે. જેની કિંમત કિંમત 1.27 લાખ રૂપિયા છે. આ સિવાય, બાઇકમાં ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે જે અસરકારક બ્રેકિંગ આપવામાં મદદ કરે છે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા પણ હશે. એટલું જ નહીં, તમે તમારા સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો. સવારી કરતી વખતે તમને કૉલ્સ અને SMS એલર્ટ પણ મળશે.
TVS Apache RTR 160 4V
TVS Apache RTR 160 4V ABS એક શાનદાર બાઇક છે. આ લાંબા સમયથી ગ્રાહકોની ફેવરિટ બાઇક બની ગઈ છે. આ બાઇકમાં 159.7cc 4-વાલ્વ, ઓઇલ-કૂલ્ડ એન્જિન છે, જે 16.8hpનો પાવર અને 14.8Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ બાઇકનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. જેની કિંમત 1.17 લાખ રૂપિયા છે. બાઇકમાં ડિજિટલ સ્પીડોમીટર છે. સલામતી માટે, તેમાં ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે. જે અસરકારક બ્રેકિંગ પ્રદાન કરવામાં મદદ કરે છે. બાઇકની ડિઝાઇન સ્પોર્ટી છે, પરંતુ તેને ફેસલિફ્ટની જરૂર છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1,17,278 લાખ રૂપિયા છે. યુવાનોને આ બાઇક ખૂબ ગમે છે.