બસ્તરમાં વોટિંગ વચ્ચે બીજાપુરમાં બ્લાસ્ટ, 1 જવાન ઈજાગ્રસ્ત
First Phase Voting Loksabha 2024: બસ્તર લોકસભા સીટ માટે લોકસભાની ચૂંટણીને લઇને મતદના ચાલું છે. બસ્તરમાં 12 ટકા મતદાન બાદ બીજાપુરમાં મોટો ધડાકો થયો છે. UBGL (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર) સેલના વિસ્ફોટને કારણે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકને તાત્કાલિક સારવાર માટે કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલ CRPF જવાનને આઉટર કોર્ડનમાં મતદાન મથકની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઘટના ઉસુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગલગામ વિસ્તારમાં બની હતી.
100 દિવસમાં 79 નક્સલવાદી એન્કાઉન્ટર, 150થી વધુ નક્સલીઓની ધરપકડ
છત્તીસગઢમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યાના 100 દિવસમાં સૈનિકોએ એન્કાઉન્ટરમાં 79થી વધુ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. 150થી વધુ નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બસ્તરને નક્સલ મુક્ત બનાવવા માટે સૈનિકો અન્ય રાજ્યોના સૈનિકો અને પોલીસ અધિકારીઓ સાથે મળીને વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે. સૈનિકો નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારમાં ઘૂસીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.