બારડોલી બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાએ કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
બારડોલીઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સુરત અને તાપી જિલ્લાની જોડતી બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ માંડવી ખાતે પોતાના નિવાસ્થાનથી પૂજા અર્ચના કરી હતી અને હનુમાનજીના મંદિરે પૂજા અર્ચના કરી પ્રચાર-પ્રસારની શરૂઆત કરી છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી ટર્મમાં ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાની પસંદગી કરી છે. મતદારો સુધી જવા માટે હવે ફરી પ્રચાર કાર્યની શરૂઆત બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાએ રવિવારના રોજ માંડવીસ્થિત નિવાસ્થાને ઘર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને રૂપણ ગામે હનુમાનજી મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
આ દરમિયાન ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ પાંચ લાખ થઈ વધુ મતોથી જીતનો દાવો કર્યો છે. ત્યારે ત્યારબાદ પોતાનું મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પિતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા. સૌપ્રથમ તેઓ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.