ત્રણ વર્ષની બાળકીને યાદ આવ્યો પુનર્જન્મ, કચ્છના 2001માં આવેલા ભૂકંપમાં મોત થયું હોવાનો દાવો
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના ખસા ગામે સાડા ત્રણ વર્ષની એક બાળકીને પુનર્જન્મ યાદ આવ્યો છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ખાસા ગામે પહોંચીને આ બાળકી કોણ છે અને કઈ રીતે પુનર્જન્મની વાતો કરે છે અને હિન્દી ભાષામાં ભાષામાં વાત કરે છે તે જાણ્યું હતું.
ખસા ગામે ભાગિયા તરીકે કામ કરતા ઠાકોર પરિવારમાં આ બાળકીનો જન્મ થયો હતો. અત્યારે તેની ઉંમર સાડા ત્રણ વર્ષની છે. તેના માતા અને પિતાના જણાવ્યા પ્રમાણે, બાળકી જ્યારે દોઢ વર્ષની થઈ ત્યારે તે હિન્દીમાં બોલવા લાગી કે, ‘મેરી મમ્મી કહાં હૈ, મેરા બિસ્તર કહાં હૈ.’ જો કે, આ બાળકીના માતાપિતા અભણ અને અશિક્ષિત હતા એટલે પ્રથમ તો બાળકી હિન્દીમાં શું બોલે છે એ એમને ખબર ન પડી. એટલે બાળકી બોલતી હશે એમ માનીને ચલાવે રાખ્યું હતું. પરંતુ ત્યારબાદ બાળકી હિન્દીમાં વાતો કરવા લાગી માતાને તેના પિતાને કહેતી, ‘મેરી મમ્મી કહાં હૈ, મેરે પપ્પા કહાં હૈ.’
આ પણ વાંચોઃ વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડબાય, 5 દિવસ ભારે વરસાદની આગાહી
આ બાળકી કચ્છના અંજારની હોવાનો દાવો કરી રહી છે અને કચ્છમાં માતાપિતા સાથે તે રહેતી તેના માતા-પિતા કેક બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. જ્યારે 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આ બાળકી અંજારની શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી અને આ શાળાના રૂમનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તે અને તેના મિત્ર નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા. તેવું આ બાળકીનું કહેવું છે. અત્યારે તો બાળકી સાડા ત્રણ વર્ષની છે. અશિક્ષિત પરિવારમાંથી આવે છે. ત્યારે સામાન્ય શાળામાં પણ અભ્યાસ કરે છે. ત્યારે બાળકીનું હિન્દી બોલવું અને તમામ પુનર્જન્મની વાત કરવીએ અત્યારે તો એક કોયડો છે. પરંતુ જે પ્રકારે બાળકી વાત કરી રહી છે એ પ્રકારે કદાચ વિજ્ઞાન માટે પણ આ એક કોયડા રૂપ થઈ શકે.