December 29, 2024

મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાના નિર્ણય પર કેજરીવાલનું નિવેદન

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ પહેલા દરેક નેતાઓનો રાજનીતિના મેદાનમાં જોવા મળી રહ્યા છે. આજે બજેટની રજૂઆત કરવામાં આવી હતી તે બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે એક નિવેદન આપ્યું હતું.

શું કહ્યું કેજરીવાલે?
સીએમ કેજરીવાલે આ બજેટને રામ રાજ્યનું બજેટ ગણાવ્યું હતું. આ યોજના હેઠળ દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવાની યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આનો ઉલ્લેખ કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે, મારી તમામ માતાઓ અને બહેનોને અભિનંદન. તેમણે કહ્યું કે જે મહિલાઓ કમાતી નથી તે મહિલાઓને મદદ મળી રહેશે. 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા અપાશે.

કોને મળશે લાભ?
સીએમ કેજરીવાલે વધુ માહિતી આપતા કહ્યું કે આ યોજના માટે ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. જેમાં મહિલા કે યુવતીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે. આ સાથે જેમને આ યોજનાનો લાભ લેવાનો છે તે સરકારી નોકરી ન કરવી જોઈએ અને આવકવેરાદાતા ન હોવી જોઈએ. આ સાથે આ મહિલા સરકારી પેન્શનનો લાભ ન મળતો હોવો જોઈએ તો તેને આ યોજનાનો લાભ મળી શકે છે.

હાજર નહીં થાય
સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ કેસમાં EDના આઠમા સમન્સ પર પણ હાજર નહીં થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે- તેમણે 12 માર્ચ પછીનો સમય માંગ્યો છે. તેમણે કહ્યું કે જો કે આ સમન્સ ગેરકાયદેસર છે, તેમ છતાં તેઓ જવાબ આપવા તૈયાર છે. કેજરીવાલે કહ્યું છે કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ આપશે