કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર 3 જવાન ઘાયલ
જમ્મુ-કાસ્મીર: ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ત્રેહગામ સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે અને બંને તરફથી ગોળીબાર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોળી વાગવાથી સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. સ્થળ પર વધારાના સૈન્ય દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જ્યારે આતંકવાદીઓએ પોતાને સુરક્ષા દળોથી ઘેરાયેલા જોયા તો તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ પણ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી શરૂ કરી.
આ દિવસોમાં સેના, પોલીસ અને વિવિધ સુરક્ષા દળો કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે. આતંકવાદીઓ ગાઢ જંગલોમાં છુપાઈને હુમલો કરી રહ્યા છે, જ્યારે સુરક્ષા દળો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો: ભાગેડું વિજય માલ્યાને ઝટકો, SEBIએ 3 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં મૂક્યો પ્રતિબંધ
તાજેતરમાં, બુધવારે (24 જુલાઈ) જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ એક સૈનિકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સૈનિકની ઓળખ 28 રાષ્ટ્રીય રાઈફલ્સના દિલાવર સિંહ તરીકે થઈ છે. દિલાવર સિંહ જિલ્લાના કોવુત ટ્રુમખાન જંગલોમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. જો કે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો હતો.