અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, ડુંગળીનું વાવેતર કરેલા ખેડૂતો પરેશાન
સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવતા મોટા પ્રમાણમાં વાવેતર કરી બેઠેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉં, મકાઈ, બટાકા જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે. તેવામાં માવઠું થાય તો પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે વાદળછાયા વાતાવરણને પગલે બટાકા સહિતના પાકમાં ફૂગ નામનો રોગ પણ થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. તેવા સંજોગોમાં બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતા વધારી છે.
જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 1.30 લાખ હેક્ટરમાં ઘઉં, મકાઈ, બટાકા જેવા પાકોનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ 72 હજાર હેકટર જમીનમાં ઘઉં, 20 હજાર હેક્ટરમાં બટાકા, 10 હજાર હેક્ટરમાં ચણા, 10 હજાર હેક્ટર જમીનમાં મકાઈ સહિતના પાકોનું વાવેતર થયું છે. ત્યારે વાવેતર બાદ પાક ઉગી ગયો છે. તેવામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતત બન્યા છે.