January 29, 2025

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને કરી રિક્ષાચાલકોને અપીલ, દેશ-વિદેશથી આવનાર લોકોને મદદરૂપ થવું

Ahmedabad: કોલ્ડપ્લે કોન્સર્ટને શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષાચાલકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, દેશ-વિદેશથી આવનાર લોકો પાસેથી વધુ ભાડું ન લેવા અપીલ કરી છે. તેમજ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિતના મુખ્ય પોઇન્ટ પર રિક્ષા ચાલકો હાજર રહેશે.

મળતી માહિતી અનુસાર આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ થવા જઈ રહ્યો છે. ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટન લઈને રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષાચાલકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, લોકો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે તેમને મદદરૂપ થવા રિક્ષા ચાલકોને અપીલ કરી છે. સાથે જ તેમની પાસેથી વધુ ભાડું ન લેવા પણ અપીલ કરી છે. આ સિવાય એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિતના મુખ્ય પોઇન્ટ પર રિક્ષા ચાલકો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, આયોજકો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાના સૂચન વચ્ચે રિક્ષાચાલકોને પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બે દિવસ નળ સરોવર મુલાકાતીઓ માટે રહેશે બંધ, કરાશે પક્ષીઓની ગણતરી