મીરાપુર પેટાચૂંટણીમાં રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ
Mirapur by Elections: દેશમાં એક તરફ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં યુપીની મોટાભાગની સીટો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મુઝફ્ફરનગર જિલ્લાની મીરાપુર સીટ પર બબાલની તસવીરો સામે આવી છે. મીરાપુરના કકરૌલી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસે ભીડને વિખેરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અહીં બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. ખરેખર, મીરાપુર પેટાચૂંટણીના મતદાન દરમિયાન હંગામો થયો હતો. આ દરમિયાન કકરૌલીમાં ભીડે પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસે સ્થિતિ થાળે પાડવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. હાલ સ્થિતિ સામાન્ય છે.
#WATCH मुजफ्फरनगर एसएसपी अभिषेक सिंह ने बताया, "मीरापुर विधानसभा उपचुनाव के दौरान थाना ककरौली क्षेत्र के अंतर्गत गांव ककरौली के पास दो पक्षों में छोटी सी झड़प हुई है। पुलिस ने तत्काल मौके पर पहुंचकर बल प्रयोग कर सभी को वहां से हटा दिया है। मौके पर शांति व्यवस्था कायम है और मतदान… pic.twitter.com/6em1eBk6jS
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક સિંહે જણાવ્યું કે, “મીરાપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન પોલીસ સ્ટેશન કકરૌલી વિસ્તાર હેઠળના ગામ કકરૌલી પાસે બે પક્ષો વચ્ચે નાની અથડામણ થઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બળપ્રયોગ કરીને તમામને ત્યાંથી હટાવ્યા. “સ્થળ પર શાંતિ જાળવવામાં આવી છે અને મતદાન મુક્ત અને ન્યાયી રીતે ચાલી રહ્યું છે.” તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘બટેંગે તો કટંગે’ ના નારાની શરૂઆત ઉત્તર પ્રદેશમાં થઈ હતી. તેનો ઉપયોગ હરિયાણા, ઝારખંડ અને પછી મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. વાસ્તવમાં આ નિવેદન અખિલેશ યાદવના PDA ફોર્મ્યુલા વિરુદ્ધ આપવામાં આવ્યું હતું. યુપીની 9 સીટો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં 90 ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપ, સપા અને બસપા વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.