December 20, 2024

BJP ઓફિસ પાસે મળી લાવારિસ બેગ, પોલીસે વિસ્તારને ઘેરી લીધો, તપાસ શરૂ

Delhi BJP office: શુક્રવારે દિલ્હી ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યાલયની નજીકથી એક લાવારિસ બેગ મળી આવી હતી. જેના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મળ્યા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. પોલીસે બેગ જપ્ત કરી લીધી છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.