October 13, 2024

અંબાણીની Disney સાથેની ડીલ પાક્કી, હવે મીડિયામાં પણ દબદબો…

દુનિયાના રિસેસ્ટ પર્સનમાં નામ ધરાવતા મુકેશ અંબાણી ફરી નવા ઉદ્યોગમાં પોતાનું નામ કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર મુંકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીનું ગત મહિને લંડન સ્થિત વોલ્ટ ડિઝની કંપની સાથે એક નોન-બીડિગ ટર્મ શીટ પર સાઈન કરવામાં આવ્યું છે. આ સાથે હવે અંબાણી ગૃપનું એન્ટરટેનમેંટ અને મીડિયા માર્કેટામાં દબદબો ખુબ જ વધી જશે.

અંબાણીનો મીડિયા અને એન્ટટેઈનમેન્ટ પર દબદબો

છેલ્લા ઘણા સમયથી રિલાઈન્સ અને ડિઝની વચ્ચે ડીલની ચર્ચાઓ ચાલી રહી છે. મુકેશ અંબાણીની કંપની ભારતીય મીડિયા અને એન્ટટેઈનમેન્ટ માર્કેટમાં પોતાનો દબદબો વધારવા માટે અમેરિકાની કંરની વોલ્ટ ડિઝની કોર્પોરેશનની વચ્ચે વાતચીત થઈ રહી છે. હાલના ઈડીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીએ લંડનમાં આ ડીલને ક્રેક કરી લીધી છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, 51:49 સ્ટોક અને કેશ મર્જરને ફેબ્રૂઆરી 2024 સુધી અંતિમ રૂપ આપવામાં આવશે. રિલાઈન્સ ઈન્ડસ્ટ્રી આ ડિલને જાન્યુઆરી 2024ના અંત સુધીમાં ફાઈનલ થવાનું ઉમ્મીદ રાખી રહી છે.

રિલાઈન્સના માર્કેટ કેપિટલમાં થયો વધારો

મહત્વનું છેકે, રિલાઈન્ડ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે જીયો સિનેમાં પણ તેનો એક ભાગ રહેશે. લંડનમાં થયેલી એ ડીલ સમયે ડિઝનીના પૂર્વ CEO અને હાલના સલાહકારની ભૂમિકામાં રહેલા કેવિન મેયર અને મુકેશ અંબાણી હાજર રહ્યા હતા. મહત્વનું છેકે, કેવિન અને મુકેશ અંબાણી એકબીજાના સારા મિત્રો છે. રિપોર્ટ અનુસાર રિલાઈન્સની સહયોગી કંપની Viacom18 ના સ્ટેપ ડાઉન સબ્સિડિયરી બનાવવાનો પ્લાન છે. જેને સ્ટોક સ્વૈપની રીચે સ્ટાર ઈન્ડિયામાં મર્જ કરવામાં આવશે. ગત સપ્તાહે BSEમાં લિસ્ટેડ ટોપ 10 કંપનીઓમાં ત્રણના માર્કેટ કૈપિટલાઈઝેશનમાં વધારો થયો છે. જેમાં રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીની રિલાઈન્સ MCap લગભગ 47000 કરોડ રૂપિયાથી વધીને 17.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.