Odishaમાં જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલાયા, Gujaratમાં નાથ નગરયાત્રા કરવા તૈયાર
Jagannath Temple: ઓડિશાના જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે વહીવટીતંત્રની હાજરીમાં ખોલી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન પણ હાજર રહ્યા હતા. આ બાજૂ ગુજરાતમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
ઠરાવ પસાર કરવામાં આવ્યો
વાસ્તવમાં ભાજપે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનું ચૂંટણી વચન આપવામાં આવ્યું હતું. ગઈકાલે શપથ લીધા હતા બાદ ઓડિશા કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના 4 દરવાજા ખોલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યપ્રધાને જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. આ સાથે પુરીના સાંસદ સંબિત પાત્રા, બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને અન્ય પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા.ત્યારે આજે સવારે વહીવટી તંત્રની હાજરીમાં 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાં ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ હવેથી કરી શકશે. અહિંયા એ વાત મહત્વની છે કે આ સાથે માઝી સરકારે પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું છે.
આ પણ વાંચ: MODI 3.0નાં સૌથી ધનવાન મંત્રી પાસે છે 5000 કરોડની મિલકત!
ફંડ સ્થાપિત કરવાનો નિર્ણય
કોરોના કાળ બાદ બીજુ જનતા દળ સરકારે મંદિરના ચારેય દરવાજા બંધ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં ભક્તો એક જ દ્વારથી પ્રવેશી શકતા હતા. જેના કારણે તમામ દરવાજા ખોલવાની માંગ પણ કરવામાં આવી હતી. માઝીએ કહ્યું કે કેબિનેટે મંદિરના સંરક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું ફંડ સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈ કાલે શપશ બાદ મુખ્યપ્રધાન પુરી જવાના રવાના થયા હતા.
અમદાવાદમાં રથયાત્રા
અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે જગન્નાથજીની 147મી રથયાત્રા નિકળવાની છે. આ પહેલા ભગવાનના વાઘા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં સંપૂર્ણ સુરક્ષિત રીતે જગન્નાથ રથયાત્રા નિકળી શકે તેના માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.