AMCના તમામ કોર્પોરેટરો બીજા રાજ્યોની સુવિધા જશે શ્રીનગર પ્રવાસે, અમદાવાદના રસ્તાઓ હોય ભલે બિસ્માર
Ahmedabad Corporation: AMCના તમામ કોર્પોરેટરો એકબાદ એક શ્રીનગર પ્રવાસ જશે. પ્રવાસમાં નારણપુરા વિસ્તારના કોર્પોરેટર જયેશ પટેલ હાલમાં શ્રીનગર જવા નીકળી ગયા છે. વોટર અને રોડ કમિટીના તમામ સભ્યો પણ પ્રવાસ માટે નીકળ્યા છે. મહત્વની વાત એ છે કે કોર્પોરેટરો બીજા રાજ્યોમાં સુવિધા જોવા જાય છે પરંતુ પોતાના જ વિસ્તારની ખરાબ હાલત છે તેનું કોણ ધ્યાન રાખશે?
આ પણ વાંચો: ઉપલેટામાં ગેરકાયદેસર 200 હેક્ટર જમીન પર દાદાનું બુલડોઝર ફર્યું
પોતાનો જ વિસ્તાર છે ખરાબ
AMCના તમામ કોર્પોરેટરો એકબાદ એક શ્રીનગર પ્રવાસ જવાના છે. કોર્પોરેટરો બીજા રાજ્યોમાં સુવિધા જોવા જવાના છે. પરંતુ પોતાના વિસ્તારની સુવિધા પર ધ્યાન રાખતા નથી કે પછી તેને સુધારવા માટે વિચારતા નથી. મોટા ભાગના વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ છે. જેમાં નારણપુરાના રોડ વધારે ખરાબ હાલતમાં છે. હસવા જેવી વાત એ છે કે નારણપુરાના કોર્પોરેટર જયેશ પટેલ શ્રીનગરની હાલત જોવા ગયા છે.