January 3, 2025

પ્લેન દુર્ઘટના ટળી, ખેલાડીઓનો જીવ માંડ માંડ બચ્યો

Air Disaster: આ વર્ષ જાણે હવાઈ મુસાફરી માટે ભારે હતું તેવું જોવા મળ્યું છે. આ વર્ષના છેલ્લા દિવસે પણ દુર્ઘટના થતા થતા ટળી ગઈ છે. વોશિંગ્ટનની ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઈને જઈ રહ્યું હતું. આ વિમાનમાં દુર્ઘટના થવાની હતી પરંતુ બચી ગયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર બનાવનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમ મામલે ખેડબ્રહ્મા ઓફિસમાં કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન

બીજા વિમાન સાથે અથડાવાનું હતું
ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઈ જતું વિમાન એરપોર્ટ પર બીજા વિમાન સાથે અથડાવાનું હતું. પરંતુ આખરે આ દુર્ઘટના ટળી ગઈ હતી. આ બનાવનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જે સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બંને વિમાનોને નજીક આવતા જોઈને એક અધિકારી કેવી રીતે ‘સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ’નો આદેશ આપી રહ્યા છે. હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.