ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડવા મામલે કોંગ્રેસે કહ્યું – કડક સજા કરો
અમદાવાદઃ ખોખરા સર્કલ નજીક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થવા મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દલિત સમાજના લોકો પ્રતિમા પાસે ધરણાં પર બેઠા છે. પોલીસ સહિત ટિમો દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યુ છે કે, બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. સીપી સાથે વાત કરી છે. આવાં તત્વોને કડક સજા કરવાની માગ કરી છે. બાબાસાહેબ મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરવામાં આવે. દેશના સંવિધાનના પ્રણેતા છે. દેશના 150 કરોડ લોકોની લાગણી જોડાયેલી છે. 12 વાગે સીપી ઓફિસમાં કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપશે. શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ અમુક તત્વો કરી રહ્યાં છે.