December 23, 2024

વેજલપુરમાં થયેલી અથડામણ મામલો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગત મોડી રાત્રે ધંધાકીય અદાવતમાં બે જૂથો આમનેસામને આવ્યા હતા. જેમાં થયેલી અથડામણમાં એક વ્યક્તિની હત્યા નીપજાવવામાં આવી તો અન્ય બે લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસે કુલ નવ આરોપીઓ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી હતી. તેમાંથી પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ફતેવાડીમાં ગત મોડી રાત્રે બિસ્મિલ્લા મસ્જિદ પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ફેબ્રિકેશનના ધંધાની અદાવતમાં સામસામે આવેલા બે જૂથોની તકરારમાં નવાઝીસ ઉર્ફે રઘુ શેખની હત્યા નીપજાવી હતી, તો અન્ય બે આરોપીઓને પણ ઈજા પહોંચી હતી. જે હત્યાના ગુનામાં પોલીસે ઝુલ્ફીકાર ઉર્ફે ભુટ્ટુ શેખ, કાસીમખાન શેખ અને ઝફર શેખની ધરપકડ કરી છે. તો હુલમાના ગુનામા, સરતાજ શેખ અને ફરાજ શેખની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ગુનામાં પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી. જેમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હત્યા અને હુમલાની ફરિયાદ અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, ઝડપાયેલા આરોપી સરતાજ શેખ અને હત્યાના ગુનાના ફરાર આરોપી નાઝીમ શેખ વચ્ચે ફેબ્રિકેશનના ધંધાને લઈને અદાવત ચાલતી હતી તે અદાવતનો બદલો લેવા નાઝીમ શેખ સહિત પાંચ આરોપીઓએ સરતાજના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં નવાઝીસ શેખનું મૃત્યુ નીપ્યું છે, આ સાથે જ સામે પક્ષે થયેલા હુમલામાં પણ બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. જેથી પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પાંચની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

હત્યા અને હુમલાના ગુનામાં પોલીસે મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્યારે હવે આ પ્રકરણના ખરેખર ધંધાને લમણે મતભેદના કારણે હત્યા થઈ છે કે પછી સમય કોઈ કારણ જવાબદાર છે? આ ઘટનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.