અમદાવાદમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, એક આરોપીની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. ઝોન 6 LCBએ કોલ સેન્ટર ચલાવનારા આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી અમેરિકાના નાગરિકોની લીડ મેળવીને મુંબઈ આપતો હતો. આ સાથે જ આરોપી કૉલ સેન્ટર ઘરે બેસીને ઓપરેટ કરતો હતો.
પોલીસે આરોપી સલમાન ઉર્ફે રાજા જીવાણીની ઝોન-6 LCB સ્કોવર્ડ ધરપકડ કરી છે. આરોપી સલમાન ઘરે બેઠાં બોગસ કૉલ સેન્ટર ઓપરેટ કરતો હતો. આ સાથે જ મુંબઈ અંધેરી ઈસ્ટ ખાતે તુષાર સહિત અજાણ્યા શખ્સો બેસાડીને કૉલ સેન્ટર ચલાવે છે. જેને ઓપરેટ થતા તેનું તમામ પ્રકારનું હેન્ડલિંગ સલમાન કરતો હોવાનું સામે આવ્યું છે. સલમાન નામનો આરોપી ઘરે કૉલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી ઝોન-6 એલસીબી સ્ક્વોર્ડ બાતમી મળતાં જ કાકરીયા ખોજા સોસાયટી મકાન 18 નંબર રેડ કરી પકડ્યું હતું. આરોપી સલમાન ઘરેથી કૉલ સેન્ટર ચલાવવા બે લેપટોપ, 3 મોબાઈલ, એક એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક, એક યુએસબી કન્વર્ટર, એક લેપટોપ સાથે જ કૉલ સેન્ટરના રોકડ 31.50 લાખ કબજે કર્યા છે.
પકડાયેલા આરોપી સલમાનની પૂછપરછ કરતા કોલ સેન્ટર મુંબઈ ખાતે તુષાર ચલાવતો હતો. જે હવાલા ખાતે ગેરકાયદેસર પૈસા સિદ્ધાર્થ નરસીદાણી અહીં અમદાવાદ લાવીને સલમાનને આપતો હતો અને અહીં સલમાન પૈસાનો ભાગ પાડી દેતો હતો. આ સાથે જ મુંબઈમાં રહેલા બોગસ કૉલ સલમાન અમદાવાદ ખાતે ઘરે બેસીને હેન્ડલિંગ કરતો હતો. સલમાન છેલ્લા 6 મહિનાથી ઘરે બેઠા બોગસ કૉલ સેન્ટર હેન્ડલિંગ અને તમામ લીડ પ્રોવાઈડ કરતો હતો. આ કૉલ સેન્ટર અમેરિકન નાગરિકોને અલગ-અલગ લાલચો આપી તેમની પાસે પૈસા પડાવી લેતા હતા. આ કૉલ સેન્ટર માસ્ટર માઈન્ડ સલમાન હોવાનું સામે આવ્યું છે, જેને તાજેતરમાં કૉલ સેન્ટર પૈસા હવાલાથી 32 લાખ રૂપિયા આવ્યા હતા.
ઝોન-6 એલસીબી ટીમ કૉલ સેન્ટર ચલાવવા પૈસાની લેતીદેતી હવાલા કરતો દાણીલીમડાનો સિદ્ધાર્થ નરસીદાણીની અટકાયત કરી છે. જેણે અત્યાર સુધી કેટલા પૈસા હવાલા કર્યા છે, જેને લઇ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી સલમાન અગાઉ બોગસ કૉલ સેન્ટર કામ કરી ચૂક્યો છે સાથે જ ઓસ્ટ્રેલિયાથી પરત આવેલો છે.