જામકંડોરણામાં શ્વાન બન્યું ‘યમરાજ’, 7 વર્ષના બાળકનો લીધો જીવ
Dog Bite Case: જામકંડોરણામાં શ્વાન યમરાજ બનીને એક બાળકનો જીવ લઈ લીધો છે. જામકંડોરણામાં શ્વાને બચકાં ભરતા 7 વર્ષીય બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બાળકને ગણી ના શકાય એટલા બચકાં ભર્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના લીંબડી ST ડેપોમાં બંધ કરેલા રૂટ ચાલુ કરવા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
બાળકને અસંખ્ય બચકાં ભર્યા
જામકંડોરણામાં શ્વાને બચકાં હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્રણ બાળકો કુદરતી હાજતે જઈ રહ્યા હતા. તે સમયે આ શ્વાને હુમલો કર્યો હતો. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત થઈ ગયું હતું. 7 વર્ષ ના રવિ નામના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. ગામડાથી લઈને શહેરોમાં આવા બનાવો બની રહ્યા છે. તેમ છતાં સ્થાનિક તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે.