December 22, 2024

વિનેશ ફોગાટે પીટી ઉષા પર લગાવ્યો મોટો આરોપ

Vinesh Phogat PT Usha: વિનેશ ફોગાટના નામની ચર્ચા છેલ્લા 1 મહિનાથી થઈ રહી છે. થોડા જ દિવસ પહેલા તે કોંગ્રેસમાં જોડાણી અને હવે તેણે પીટી ઉષા પર મોટો આરોપ લગાવ્યો છે. વિનેશ ફોગાટે પીટી ઉષા પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન વધારે વજનના કેસ બાદ માત્ર ફોટો લેવા આવી હતી. મને કોઈ પણ પ્રકારની મદદ મળી હતી નહીં. એક મીડિયા સાથેની વાતમાં વિનેશે કહ્યું કે દરેક જગ્યા પર રાજકારણ રમાઈ રહ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગેરલાયક ઠેરવવામાં આવી
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. જો તેને ગોલ્ડ મેડલ ના પ્રાપ્ત થાત તો પણ તેને સિલ્વર મેડલ તો ચોક્કસ મળત. પરંતુ વિનેશનો વજન વધારે હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે મેડલ માટે અપીલ કરી હતી. પરંતુ તેને આખરે નિરાશા મળી હતી. આ પછી વિનેશ ભાંગી પડી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા વિનેશને મળવા પહોંચ્યા હતા. આ બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. હવે આ ફોટોને લઈને વિનેશે એક મીડિયા સાથેની વાતમાં પીટી ઉષા પર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

પીટી ઉષા પર આરોપ લગાવ્યો
વિનેશે હવે પીટી ઉષા પર આરોપ લગાવ્યો છે. તેણે એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે “જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે પીટી ઉષા મેમ મને મળવા આવ્યા હતા. તેણે એક ફોટો ક્લિક કરાવ્યો હતો, પરંતુ તેવો આ સમયે કશું બોલ્યા હતા નહીં. આ સમયે કોઈ પણ પ્રકારનું સમર્થન મળ્યું ના હતું. ત્યાં પણ રાજકારણ જોવા મળી રહ્યું હતું. દરેક જગ્યાએ રાજકારણ જોવા મળે છે. તમે કોઈનો ફોટો જાણ કર્યા વિના ક્લિક કરો છો. આ બધું માત્ર દુનિયાને બતાવવા માટે કરવામાં આવ્યું હતું.