December 20, 2024

બિહારમાં ભાજપ સક્રિય, PM મોદી સાથે શાહ-નડ્ડાની લાંબી બેઠક 

NITISH - NEWSCAPITAL

બિહારમાં સતત બદલાતા રાજકીય સમીકરણોને લઈને ભાજપ સક્રિય થઈ ગયું છે. બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહની બેઠકમાં બિહારમાં રાજકીય ઉથલપાથલ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્રણેય નેતાઓ વચ્ચેની આ બેઠક લોકસભા ચૂંટણીની તૈયારી માટે બોલાવવામાં આવી હતી.બિહારનું રાજકીય વાતાવરણ છેલ્લા ઘણા દિવસોથી ગરમાયું હતું, જે મંગળવારે બપોરે વેગવંતું થયું જ્યારે JDU પ્રમુખ નીતીશ કુમાર અચાનક રાજભવન પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે, નીતિશની રાજભવનની મુલાકાત પહેલાથી નક્કી ન હતી. આના થોડા સમય પહેલા જ જેડીયુએ કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો કે નીતિશ કુમાર જ્યારે બિહાર આવશે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. જેડીયુના નેતા ખાલિદ અનવરે કહ્યું હતું કે, કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી.

પીએમ સાથે 3 કલાક સુધી વાતચીત

નરેન્દ્ર મોદીએ બુધવારે 3 કલાક બિહારની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી બિહારની રાજકીય સ્થિતિ વિશે માહિતી લીધી. આ બેઠક લાંબા સમય સુધી ચાલતી રહી, મળતી માહિતી મુજબ, નીતીશના NDAમાં સામેલ થવાની સંભાવના પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. થોડા સામે અગાઉ જ અમિત શાહનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે નીતિશ કુમાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવ આવવા દો, પછી જોઈશું શું કરવું. NITISH - NEWSCAPITAL

આ પણ વાંચો : મમતા બાદ નીતિશે પણ રાહુલને આપ્યો ઝટકો, ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય

નીતિશના મનમાં શું છે ?

નીતીશ કુમાર સતત કંઇક ને કંઇક કરી રહ્યા છે જે તેમના ગઠબંધનથી અલગ થવાના સંકેત આપી રહ્યા છે, સૌથી પહેલા જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી બોલાવવી, પછી અચાનક રાજ્યપાલ પાસે જવું, અને પરિવારવાદ પર નિવેદન આપ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે નીતિશે સીધો જ RJD પર નિશાન સાધ્યું હતું. આ પછી નીતિશ કુમારે કોંગ્રેસના દાવાને પણ ફગાવી દીધો છે કે તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ભાગ લેશે. જેડીયુના પ્રવક્તા દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. હવે લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીના ટ્વીટ પર નીતિશ કુમારની નારાજગી એ સીધો સંકેત છે કે નીતિશ કુમારના મગજમાં કંઈક અલગ ચાલી રહ્યું છે.