December 13, 2024

ગાંધીનગરથી હવે H-TAT આચાર્યોનું આંદોલન, શરૂ કર્યું આમરણાંત ઉપવાસ આંદોલન

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજે વધુ એક આંદોલન સક્રિય થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગ હેઠક કામ કરતા H-TATA આચાર્ય લોકોએ પોતાની પડતર માગોને લઈને આંદોલન શરૂ કર્યું હતું. આચાર્ય શિક્ષકોએ ચીમકી આપી હતી કે સરકાર તેમની માગ નહિ સ્વીકારે તો આગામી દિવસોમા ઉગ્ર આદોલન કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગની હાલત એક સાધે અને તેર તૂટે જેવી છે. પહેલા TAT અને TET પાસ ઉમેદવાર લોકોએ ભરતી ની જાહેરાત મુદે આંદોલન કર્યું. પરંતુ ભરતીનું આંદોલન શાંત થતા ત્યાં આજે ફરી બીજું આંદોલન ગાંધીનગર ખાતે શરૂ થયું છે. ગાંધીનગર ખાતે આજે HTAT હસ્તકના આચાર્યો જેવો બાળ મંદિર થી લઈને ધોરણ 8 સુધી સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહેલા આચાર્યો આજે આમરણત ઉપવાસ પર બેઠા હતા. તમામ આચાર્ય શિક્ષકોની એક માગ હતી કે સરકાર તેમની પડતર માગોનો સ્વીકાર કરે.

આચાર્ય શિક્ષકોની માગ છે કે જ્યારે થી તેમની નિમણુંક થઈ છે એટલે કે વર્ષ 2012 થી તેમની આચાર્યો તરીકે ભરતી થયા બાદ સરકારે બદલી ના નવા નીતિ નિયમો જાહેર કર્યા નથી. સરકાર છેલ્લા 11 વર્ષ થી માત્ર આશ્વાસન આપી રહ્યું છે. ત્યારે હવે આચાર્યો ની હવે ધીરજ ખૂટી રહી છે. જેથી સરકાર આ મામલે યોગ્ય નિર્ણય જાહેર કરવો જોઇએ.

આચાર્યો વધુમાં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે શિક્ષણ મંત્રીને રજુઆત કરીયે ત્યારે તેવો માત્ર એવું કહે છે કે ટુક સમયમાં બદલીના નવા નિયમો જાહેર થશે, છેલ્લા 11 વર્ષ થી સરકારી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા આચાર્યો ને વતન યોજના બદલીનો લાભ મળ્યો નથી જેથી સરકાર વહેલી તકે આ મુદ્દે નવા નિયમો જાહેર કરે, જો સરકાર આગામી દિવસોમા નવા નિયમો જાહેર નહિ કરે તો આચાર્યો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.