December 27, 2024

રોહિત, વિરાટ અને બુમરાહ સામેની વનડે ન રમે તેવી શક્યતા; કોણ બનશે સુકાની?

Rohit Sharma Virat Kohli: ભારતની યુવા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ T20 મેચોની શ્રેણી રમાવાની છે. આ પછી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. T20 શ્રેણી જુલાઈના અંતમાં રમાવાની છે. વનડે શ્રેણી 2જી ઓગસ્ટથી શરૂ થશે. એક અહેવાલ પ્રમાણે મુજબ નિયમિત વનડે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે.

સતત ક્રિકેટ રમી રહ્યો છે
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને IPLની શરૂઆતથી જ સતત રમતા જોવા મળી રહ્યા છે. રોહિતની વાત કરવામાં આવે તો તેણે છેલ્લા 6 મહિનાથી બ્રેક લીધો નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં મેચનું આયોજન થવાનું છે. હાલમાં ટીમ ઈન્ડિયા ત્યાં જશે કે નહીં તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એક માહિતી પ્રમાણે આગામી કેટલાક મહિનાઓ સુધી, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટને પ્રાથમિકતા આપી શકે છે.

આ પણ વાંચો: નિવૃત્ત ખેલાડીએ તોડ્યું ઇન્ડિયા ચેમ્પિયન્સનું જીતનું સપનું

બે મોટા દાવેદાર છે
કેપ્ટન રોહિત શર્મા મેચ નહીં રમે તો ટીમ ભારત પાસે બે દાવેદાર છે. હાર્દિક પંડ્યા અને રાહુલ છે. મહત્વની વાત એ છે કે આ બંને ખેલાડીઓ રોહિતની ગેરહાજરીમાં કપ્તાની કરી ચૂક્યા છે. તેમની પાસે આઈપીએલનો સારો અનુભવ છે. કેએલ રાહુલે 12 વનડે મેચમાં ટીમ ભારતની કપ્તાની કરી છે. જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે. 4 મેચમાં હારનો સામનો કર્યો છે. હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો તેણે 3 વન-ડે મેચમાં સુકાનીપદ સંભાળ્યું છે.