December 19, 2024

આ વખતે રથયાત્રા દરમિયાન શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7મી જુલાઈના દિવસે નીકળવાની છે. ત્યારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પોલીસના ગ્રાન્ડ રિહર્સલ કરાઈ હતી. પોલીસ કમિશ્નર જી.એસ. મલેકની અધ્યક્ષતામાં આ રિહર્સલ યોજાઈ હતી. રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરાઈ હતી.

રથયાત્રાના રૂટ પર રિહર્સલને પગલે અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા રિહર્સલનું આયોજન કરાયું હતું. અમદાવાદમાં 25 હજારથી વધુ પોલીસ રથયાત્રા દરમિયાન બંદોબસ્તમાં રહેશે જેમાં રથયાત્રામાં DIG, IG અને DCP, ACP રૂટ પર તૈનાત રહેશે. સાથે જ પોલીસ ઇન્સ્પેકટર્સ, PSI, SRP કંપની, CRPF કંપની રૂટ પર તૈનાત રહેશે. જોકે આ વખતે ચેતક કમાન્ડો પણ રુટ પર તૈનાત કરાયા છે.

આ પણ વાંચો: કેમ અધૂરી છે ભગવાન જગન્નાથજી સહિત ભાઈ-બહેનની મૂર્તિઓ, જાણો કથા

ભગવાન જગન્નાથની રથયાત્રા માટે શહેરમાં મુવિંગ સ્કોડ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે બ્લેક ડ્રેશ સ્કોડમાં મોવિંગ રિહર્સલ માટે તૈનાત કરાયા હતા. આ વખતે પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત હશે. ત્યાં જ શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે. ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ થશે. આખી રથયાત્રામાં પોલીસ બોડી ઓન કેમેરાથી નજર રાખશે.