January 3, 2025

શિક્ષકોની ભરતીને લઈને ભૂપેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં રાજ્યના પ્રવક્તા મંત્રી શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, આજે સરકાર 16 હજારની આસપાસ શિક્ષકોની ભરતીની નવી જાહેરાત કરી શકે છે.

તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે દિવાળી વેકેશન પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. દિવાળી વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ભરતી કરવામાં આવશે.. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકારે હાયર સેન્કડરીમાં 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. ત્યારે આજે ફરીથી પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સુધીના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે.