December 23, 2024

INDW vs SAW: ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક જીત, ટેસ્ટમાં આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું

INDW vs SAW:  ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામેની એકમાત્ર ટેસ્ટ મેચની શ્રેણી 10 વિકેટથી જીતી મેળવી લીધી છે.  ભારતે 603 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 373 રન બનાવ્યા હતા અને 36 રનની મામૂલી લીડ લીધી હતી.

ટાર્ગેટ હાસંલ કરી લીધો
ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દક્ષિણ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ શ્રેણી રમતના ચોથા દિવસે 10 વિકેટે જીતી લીધી હતી. શેફાલી વર્મા અને શુભા સતીશની ઓપનિંગ જોડીએ કોઈ પણ નુકસાન વગર 37 રનનો ટાર્ગેટ હાસંલ કરી લીધો હતો. મહત્વની વાત એ છે કે ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે ટીમે 10 વિકેટે ટેસ્ટ મેચ જીતી છે.

આ પણ વાંચો: Rohit Sharmaએ T20ને વિદાય આપતા પત્ની રિતિકા થઈ ભાવુક

બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમે 603 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 266 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. ભારતીય ટીમમાંથી સ્નેહ રાણાનું બોલિંગમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 25.3માં 77 રન આપીને 8 વિકેટ લીધી હતી. ભારતની બીજી ઈનિંગમાં ત્રણ બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શેફાલી વર્માએ પ્રથમ દાવમાં 205 રન સ્મૃતિ મંધાનાએ પ્રથમ દાવમાં 149 રન આ સાથે રિચા ઘોષે 86 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 69 રનની ઇનિંગ રમી હતી.