December 30, 2024

Canada: આતંકી નિજ્જરની મોત પર મૌન પાળીને ભરાયું કેનેડા, કેનેડીયન પત્રકારે ઉધડો લીધો 

કેનેડીયન સંસદમાં ખાલિસ્તાની આતંકી અને શીખ અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તારીખે બે મિનિટનું મૌન પાળવામાં આવતા, કેનેડીયન પત્રકાર ડેનિયલ બોર્ડમેન દ્વારા સરકારની આકરી ટીકા કરવામાં આવી છે. બોર્ડમેને કહ્યું છે કે આ નૈતિક અપમાન છે. આનો સીધો અર્થ એવો છે કે સરકારમાં ખાલિસ્તાની ઘૂસણખોરી થઈ ગઈ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દરેક રાજકીય પાર્ટીમાં અનેક હાઇ પોસ્ટ પર સરકારી અધિકારીઓ ખાલિસ્તાની છે અને લગભગ આવું એક દશકથી ચાલી રહ્યું છે.

નિજ્જર માટે મૌન પાળવું કેમ જરૂર?: બોર્ડમેન

આ દરમિયાન ડેનિયલ બોર્ડમેને આગળ કહ્યું કે મારા એક મિત્રની હત્યા એક વિદેશી આતંકી સંગઠન દ્વારા કરવામાં આવી હતી. તેના માટે કેનેડીયન સરકાર દ્વારા મૌન નહોતું પાળવામાં આવ્યું. એટલે મને નથી લાગતું કે નિજ્જર માટે બે મિનિટનું મૌન પાળવાની જરૂરિયાત શું છે. આ શરમજનક છે. આતંકવાદ અને દગાબાજી માટે તે વ્યક્તિને બે વખત કેનેડામાં એન્ટ્રી પ્રતિબંધિત કરવામાં આવી હતી અને બાદમાં તે ચોરી છૂપે કેનેડામાં ઘૂસી ગયો હતો. હું ભારતમાં કોઈને પણ કોઈ તર્કસંગત ખુલાસો નથી કરી શકતો કે આખાતે કેમ કેનેડા નિજ્જર માટે મૌન પાળે છે.

કેનેડાના ગુરુદ્વારાઓમાં ખાલિસ્તાનીઓની ઘૂસણખોરી

કેનેડીયન પત્રકારે આ દરમિયાન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે મને નથી લાગતું કે ટ્રૂડો પાસે ખોટું કામ કરવા માટે કોઈ કારણની જરૂર છે. હાલ તો આ એક નૈતિજ મજબૂરી છે. હમાસ તેમના વખાણ કરી રહ્યું છે અને તેઓ ચર્ચો સલગાવવાની ઘટનાઓનું સમર્થન કરી રહ્યા છે. આ તેમની નૈતિક નિષ્ફળતાઓનું પરિણામ છે. કેનેડીયન પત્રકારે વધુમાં જણાવ્યું કે આપણાં દેશમાં અનેક ગુરુદ્વારાઓ છે જ્યાં ખાલિસ્તાનીઓની ઘૂસણખોરી થઈ ગઈ છે.