January 3, 2025

Loksabha Election 2024: સારે જમીન પર…લાલ નિશાનમાં નિમ્ન સપાટીએ નિફ્ટી

Loksabha Election 2024:  લોકસભા ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. પરિણામના 1 દિવસ પહેલા શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. શેરબજારમાં આજે પણ તેજી જોવા મળશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ  સેન્સેક્સ 1,624.50 (-2.12%) પોઈન્ટ જતો રહ્યો છે.  74,458.45 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી 563.06 (-2.42%) પોઈન્ટ ઘટીને 22,700.85 પર પહોંચ્યો હતો.

શેરબજારમાં તેજી જોવા મળી
દેશની 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે તેની અસર શેરબજારમાં જોવા મળી છે. મહત્વની વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખત સરકાર બનશે તે વાતની આગાહી થતાની સાથે જ શેરબજારમાં તેજી જોવા મળી હતી. પરંતુ આજના દિવસે તેજીની આશા હતી, પરંતુ સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો હતો.

આ પણ વાંચો: Loksabha Election: શું આજે 1984માં બનેલો રેકોર્ડ તૂટી જશે?

રોકાણકારો નજર
ભારતમાં લોકસભાની ચૂંટણી ખુબ મહત્વની છે. કારણ કે ભારતના શાસનની દિશા અને નીતિગત નિર્ણયો નક્કી કરવામાં લોકસભાની ચૂંટણી મહત્વની ભૂમિકા ભજવે છે. લોકસભાની ચૂંટણી દેશના અર્થતંત્ર પર નોંધપાત્ર અસર પડે છે. કારણ કે આ નિર્ણયોની વેપાર અને શેરબજાર પર સ્પષ્ટ અસર પડે છે. ત્યારે દેશની રાજનીતિ અને શેરબજારની કામગીરી વચ્ચેના સંબંધને સમજવું અગત્યનું તેમજ રસપ્રદ છે. જેના કારણે તમામ રોકાણકારોની નજર લોકસભાની ચૂંટમી પર હોય છે.