January 3, 2025

આજે Sunrisers Hyderabad અને Rajasthan Royals વચ્ચે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

SRH vs RR Qualifier 2: આજે IPL મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. આ મેચનું આયોજન ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ બંને ટીમ માટે આજની મેચ ખુબ ખાસ છે. કારણ કે આ સિઝનની ટાઈટલ સુધી પહોંચવાની છેલ્લી તક છે.

યોગ્ય સમયે જીત નોંધાવી
હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની આજની મેચ જોરદાર રહેવાની છે. ક્રિકેટ ચાહકો આજની મેચ માટે સાંજ થવાની રાહ જોઈ રહ્યા છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ક્વોલિફાયર 1માં હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પ્રવેશી હતી. રાજસ્થાનની ટીમ શરૂઆતમાં સતત જીત મેળવી હતી. ત્યાર બાદની 4 મેચમાં હાર મળી રહી હતી. પંરતુ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવીને યોગ્ય સમયે જીત નોંધાવી હતી.

રાજસ્થાન રોયલ્સ માટે પડકાર
ઈન્ડિયન પ્રીમિયપ લીગ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની સૌથી મોટી શક્તિ તેની બેટિંગ રહી છે. ખાસ રીતે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ એ તો પોતાની તોફાની બેટિંગથી ધમાલ મચાવેલી છે. ટ્રેવિસની વિધ્વંસક બેટિંગથી જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સિઝનનાં પ્લેઓફમાં પહોંચી છે. આવામાં રાજસ્થાને જો ક્વોલિફાઇયરમાં જીત હાંસલ કરવી હોય તો ટ્રેવિસ હૈડને જલ્દી આઉટ કરવાનો રહેશે.

નીતીશ કુમાર હૈદરાબાદનો હીરો
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સિઝનમાં નીતીશ કુમાર રેડ્ડી તુરૂપનો એક્કો સાબિત થઇ શકે છે. નીતીશે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શન થકી સૌ કોઇે પ્રભાવિત કર્યા છે. ખાસ રીતે મધ્યક્રમમાં તેણે બેટિંગથી કમાલ કર્યો છે. આવામાં રાજસ્થાનને જો ક્વોલિફાયરની બાધા પાર કરવી હોય તો તેને આ ખેલાડી પર લગામ કસવી પડશે.

આ પણ વાંચો: RCBના ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ, તમારી આંખો પણ ભીની થઈ જશે

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની ટીમ
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર , જયદેવ ઉનડકટ, મયંક અગ્રવાલ, એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાન્ત, ટી નટરાજન, સનવીર સિંહ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, મયંક માર્કંડેય, ઝાટવેદ સુબ્રમણ્યમ, ફઝલહક ફારૂકી, માર્કો જોનસન, આકાશ મહારાજ સિંહ.

રાજસ્થાન રોયલ્સ ટીમ
ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (વિકેટમાં/કેપ્ટન), રાયન પરાગ, નંદ્રે બર્જર, શુભમ દુબે, તનુષ કોટિયન, ડોનોવન ફરેરા, નવદીપ સૈની, કેશવ મહારાજ, કુલદીપ સેન, આબિદ મુશ્તાક, કુણાલ સિંહ રાઠોડ.