December 18, 2024

હવામાન વિભાગની આગાહી, આ 10 જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી

અમદાવાદઃ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. ત્યારે લોકો પણ બપોરના સમયે વધુ ગરમીને કારણે બહાર જવાનું ટાળી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે અમદાવાદ સહિત 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.’

આ પણ વાંચોઃ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીનું મોત

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ, ગુજરાતના કૂલ 13 જિલ્લામાં ઉષ્ણલહેરની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ લોકસભાની ચૂંટણીમાં 5મા તબક્કાનું મતદાન, 49 બેઠક પર વોટિંગ

ચોમાસાના આગોતરા આગમનની શક્યતા
આ સિવાય હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થવાની શક્યતા વ્યક્ત કરી છે. માલદિવ અને કોમોરીન સહિત ભારતમાં બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન થશે. ઉલ્લેખનીય છે કે, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ભારતમાં દક્ષિણ-પશ્ચિમથી ચોમાસાની શરૂઆત થશે.