January 2, 2025

સલમાનની એક્શન ફિલ્મમાં રશ્મિકાની એન્ટ્રી, ‘સિકંદર’ માં લીડ રોલમાં જોવા મળશે

અમદાવાદ: સુપરસ્ટાર સલમાન ખાનના આવનારા પ્રોજેક્ટને લઈને એક્સાઈટમેન્ટ વધતી જઈ રહી છે. સલમાન છેલ્લે ‘ટાઈગર 3’માં મોટા પડદા પર આવી હતી, પરંતુ તે કંઈ ખાસ અસર જોવા મળી નહોતી. આથી સલમાનના ફેન્સ આ પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ સમાચાર બહાર આવ્યા છે. જે અનુસાર સલમાન ખાન આમિર ખાનની ‘ગજની’ અને અક્ષય કુમારની ‘હોલિડે’ બનાવનાર ડાયરેક્ટર સાથે એ.આર.મુરૂગદારની સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે.

એક અહેવાલો મુજબ આ ફિલ્મ બ્લોકબસ્ટર એક્શન એન્ટરટેઈનર હશે અને તેનું શીર્ષક ‘સિકંદર’ રાખવામાં આવ્યું છે. જ્યારથી સલમાનની આગામી ફિલ્મની વિગતો જાહેર થઈ ત્યારથી ચાહકો જાણવા ઈચ્છતા હતા કે આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય હિરોઈનની ભૂમિકા કોણ ભજવશે. હવે આ સવાલનો જવાબ સામે આવ્યો છે અને આ અભિનેત્રીનું નામ જાણ્યા બાદ ચાહકોની ઉત્તેજના વધુ વધી જશે.

આ પણ વાંચો: કોઇકના પિતા રિક્ષાચાલક તો કોઇક દરજી… સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓની ધોરણ-12માં બોલબાલા

‘સિકંદર’માં સલમાન સાથે હશે રશ્મિકા
નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદન્ના હવે મોટા પડદા પર સલમાન ખાન સાથે ‘સિકંદર’માં જોવા મળશે. સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ બની રહેલી ‘સિકંદર’માં રશ્મિકાના આગમનના સમાચારની સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પુષ્ટિ કરવામાં આવી હતી. પહેલા ‘પુષ્પા’ અને ‘એનિમલ’ની જોરદાર સફળતા બાદ રશ્મિકાની ખૂબ ડિમાન્ડ છે. સલમાન સાથે ફિલ્મમાં આવવું તેની કારકિર્દીને સારી ઉંચાઈ પર લઈ જશે. ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરતા મેકર્સે લખ્યું, “સિકંદરમાં સલમાન ખાનની સામે અભિનય કરવા માટે કલ્પિત રશ્મિકા મંદન્નાનું સ્વાગત છે! આ બંનેનો જાદુ 2025ની ઈદ પર સ્ક્રીન પર જોવા મળશે, જેને જોવા માટે રાહ જોવી ખૂબ મુશ્કેલ છે.

રશ્મિકાએ પણ સિકંદરમાં તેની ભૂમિકાની પુષ્ટિ કરી હતી
રશ્મિકા મંડન્નાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચાહકો સાથે ‘સિકંદર’ સાથે જોડાવાની અપડેટ પણ શેર કરી છે. એક અહેવાલમાં રશ્મિકાના કાસ્ટિંગ વિશે જણાવ્યું હતું કે, ‘સાજિદ નડિયાદવાલાને નવી જોડીની શોધ હતી કારણ કે સ્ક્રિપ્ટ લેખન સ્તરે જ તેની માંગ કરે છે. તેણે રશ્મિકાને આ વિષય સંભળાવ્યો અને તે માત્ર તેની ભૂમિકાથી જ નહીં પણ આ પ્રોજેક્ટ બનાવવામાં સાજિદ અને મુરુગાદોસના અભિગમથી પણ પ્રભાવિત થઈ.

મહત્વનું છે કે, ‘સિકંદર’ શુદ્ધ એક્શન ફિલ્મ નથી, પરંતુ તે ડ્રામા અને લાગણીઓથી ભરેલી છે. ફિલ્મ જે પ્રકારનું સંપૂર્ણ પેકેજ લાવી રહી છે તેનાથી સલમાન અને રશ્મિકા બંને પ્રભાવિત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘સિકંદર’ જૂનમાં ફ્લોર પર જશે અને મેકર્સે તેને ઈદ 2025 પર રિલીઝ કરવાની યોજના બનાવી છે.