December 29, 2024

PM મોદી વોટિંગ કરીને બહાર આવ્યા ત્યારે બની ભાવનાત્મક ઘટના

અમદાવાદ: ગુજરાતમાં આજે લોકસભાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ અમદાવાદથી મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી મોદીએ મોટી સંખ્યામાં આવેલા લોકોનું અભિવાદન કર્યું હતું. આ સમય દરમિયાન એક મહિલાઓ મોદીને રાખડી બાંધતા જોવા મળ્યા હતા.

ભાવનાત્મક ઘટના બની
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર થઈ રહ્યું છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રી મત આપવા જવાની માહિતી મળતાની સાથે લોકો મોટી સંખ્યમાં તેમને મળવા માટે પહોંચ્યા હતા. લોકો મોદીની એક ઝલક માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક ભાવનાત્મક ઘટના પણ સામે આવી છે. આ સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા મોદીને રાખડી બાંધતા હતા.

આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું

વૃદ્ધ મહિલાએ રાખડી બાંધી
અમદાવાદ શહેરમાં મોદી મતદાન આપવા પહોંચ્યા હતા. આ સમયે લોકો તેમનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. આ ભીડમાં એક વૃદ્ધ મહિલા આગળ આવી હતી. જેમણે પ્રધાનમંત્રીને રાખડી બાંધી હતી. આ સમયે મોદીએ હાથ જોડ્યો અને માથું ઝુકાવીને મહિલાને સલામ કરી હતી. આ વીડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મત આપ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને તેનું સંચાલન વિશ્વની લોકશાહીઓ પાસેથી શીખવા જેવું ઉદાહરણ છે. વોટિંગ બાદ પીએમ મોદીએ મીડિયાકર્મીઓને લોકસભા ચૂંટણી 2024ને કવર કરતી વખતે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી હતી