January 3, 2025

આ અઠવાડિયે માલામાલ કરાવશે આ 6 શેર

સોમવારે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યુ છે. નિફ્ટી 2.80 પોઈન્ટના વધારા સાથે 21,713.60 પર ખુલ્યો હતો, જ્યારે સેન્સેક્સ માત્ર 6.59 પોઈન્ટ વધીને 72,032.74 ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી બેન્ક 120 પોઈન્ટની નબળાઈ સાથે 48,038ના સ્તરે ખુલ્યો હતો.

શરૂઆતના વેપારમાં નિફ્ટી50ના સૌથી ઝડપથી વિકસતા શેરોની યાદીમાં BPCL, Eicher Motors, Titan, Tata Motors, HCL Tech શેરનો સમાવેશ થાય છે. જેમાં 0.83% થી 1.8% નો વધારો થયો હતો. આ જ સમયે નિફ્ટીના નબળા શેરની સૂચિમાં Infosys, Tata Consumer Products, TCS, Bajaj Finance અને Divi’s Labs જેવા શેરનો સમાવેશ થાય છે. આમાં 0.5% થી 0.75% ની નબળાઈ જોવા મળી હતી.

આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટમાં ભુરીયાઓ ઝાપટશે શુદ્ધ શાકાહારી ભોજન

તમારા ફાયદાની વાત: જો તમે પણ આખા અઠવાડિયામાં સતત વધારા વાળા શેરની ખરીદી કરવામાં રસ ધરાવો છો તો Birlasoft, Bajaj Finserv, Aurobindo Pharma, Coforge, Info Edge, ICICI Bank અને Bank of India તમારા માટે બેસ્ટ છે.