January 2, 2025

Lok Sabha Election: ગુજરાતમાં આવતીકાલ સાંજથી પ્રચાર પડઘમ થશે શાંત

ફાઇલ ફોટો

મલ્હાર વોરા,ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં 25 લોકસભાની બેઠક સહિત પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન આગામી 7 મેના રોજ થનારું છે ત્યારે મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભાની 4 સીટ મતદાન અંતર્ગત અમદાવાદ પોલીસ એક્શનમાં

હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે. આ સાથે ગુજરાત રાજ્યમાં 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જો તે 7 મેને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે તેની એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આગામી 7મીના રોજ મતદાન થવાનું છે તેના 48 કલાક પહેલા ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે પ્રચાર પર રવિવારે સાંજથી જ બંધ કરી દેવામાં આવશે એટલે કે ઉમેદવાર રોડ શો અને જાહેર સભા સંબોધિત નહીં કરી શકે એટલે ઉમેદવારો માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે, જેથી રાજકીય પક્ષોના નેતાઓ રોડ શો બાઈક રેલી સહિત જાહેર સભાઓ ગજવી રહ્યા છે.

આ પણ વાંચો: ત્રીજા તબક્કામાં BJPની અગ્નિ પરીક્ષા! કર્ણાટકમાં રેવન્ના પ્રકરણ તો ગુજરાતમાં ક્ષત્રિયોથી બગડશે રમત

ઉલ્લેખનીય છે કે મતદાનના 48 કલાક પહેલા જ પ્રચાર પડઘમ શાંત થશે એટલે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થતા હવે ઉમેદવાર રેલી કે સભા નહીં કરી શકે એટલે ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે ડો ટૂ ડોર પ્રચાર કરવો પડશે. જેમાં ઉમેદવાર માત્ર ગણતરીના સભ્યોને પોતાની જોડે રાખીને પ્રચાર કરી શકશે, જો કે આવતીકાલે રવિવારે પ્રચારના પડઘમ શાંત પડે તે પહેલાં આજે રાજકીય નેતાઓ દ્વારા રોડ શો અને બાઇક રેલી સહિત સભાઓ જગવામાં આવી રહ્યાં છે. હવે બાદ નેતાઓ જાહેરમાં સભા કે રેલી, રસઘસ કાઢીને પ્રચાર નહીં કરી શકે.