January 3, 2025

Ola કેબનો પણ આવી રહ્યો છે IPO

અમદાવાદ: એપ બેસ્ડ કેબ સેવાઓ આપનારી કંપની ઓલા કેબ જલ્દી જ પોતાનો IPO લોન્ચ કરવાવાળી છે. એક રિપોર્ટ અનુસાર ઓલા કેબનો IPO આવનારા ત્રણ મહિનામાં લોન્ચ થઈ શકે છે. કંપની પોતાના પહેલા પબ્લિક ઓફરમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ ભેગા કરવાનું વિચારી રહી છે.

ઓલા કેબનો IPO
એક રિપોર્ટ અનુસાર, ઓલા કેબ આવનારા ત્રણ મહિનામાં IPO દ્વારા લગભગ 500 મિલિયન ડોલર જમા કરવાની યોજના બનાવી રહી છે. પ્રાઈમરી માર્ક્ટેથી ફંડ એકત્ર કરવાની આ યોજનામાં ઓલા કેબ્સ $5 બિલિયનનું મૂલ્યાંકન મેળવી શકે છે. આનો અર્થ એ થયો કે Ola Cabsના પ્રસ્તાવિત IPOનું કદ $500 મિલિયન હોઈ શકે છે.

ઓલાની આ બેંકો સાથે વાતચીત
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Ola Cabsએ તેના પ્રસ્તાવિત IPO માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે Ola Cabsની પેરેન્ટ કંપની ANI Technologies વિવિધ રોકાણ બેંકો સાથે વાતચીત કરી રહી છે. કંપની આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેની પ્રારંભિક જાહેર ઓફર માટે લીડ બેન્કરને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ઓલા જે ઇન્વેસ્ટમેન્ટ બેંકો સાથે વાતચીત કરી રહી છે તેમાં બેંક ઓફ અમેરિકા, ગોલ્ડમેન સૅક્સ, સિટી બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ક્યાંક હીટવેવ તો ક્યાંક મુશળધાર વરસાદ, ક્લાઇમેટ ચેન્જથી કેવી રીતે મચી તબાહી

2021માં IPO માટેની કરી હતી તૈયારી
કેબ કંપની આ પહેલા પણ IPO લાવવાનો પ્રયાસ કરી ચુકી છે. ઓલાએ અગાઉ 2021માં IPO લાવવાની યોજના બનાવી હતી. તે સમયે કંપનીએ આઈપીઓમાંથી રૂ. 8,300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. જોકે, બાદમાં કંપનીએ IPO પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. 2021 માં, ઘણી નવી ટેક કંપનીઓના વિશાળ IPO આવ્યા હતા. જો કે, નબળા બજારના સેન્ટિમેન્ટને કારણે, તેમાંથી ઘણીની કામગીરી નબળી પડી હતી, જેના કારણે અન્ય ઘણી કંપનીઓના સૂચિત IPO રદ કરવામાં આવ્યા હતા.

Ola ઇલેક્ટ્રિકનો પ્રસ્તાવિત IPO
જો ઓલા કેબ્સનો આઈપીઓ ફાઈનલ થાય છે તો તે ગ્રુપની અન્ય કંપનીનો આઈપીઓ હોઈ શકે છે. ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ઓલા ઈલેક્ટ્રીકે આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે અને આઈપીઓનો ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઈલ કર્યો છે. ઓલા ઇલેક્ટ્રિકે ડિસેમ્બર 2023માં સેબીમાં ડ્રાફ્ટ ફાઇલ કર્યો હતો અને કહ્યું હતું કે તે લગભગ રૂ. 7,250 કરોડનો આઇપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.